લીલીયા- સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ લીલીયા તાલુકામાં ૭૯૯ લાખ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે લીલીયા-ક્રાંકચને જોડતા ૬૬૬ લાખના પુલના કામ અને હાથીગઢથી ખારા જવાના ૧૩૩ લાખના રોડ રિસર્ફેસિંગના કામનો સમાવેશ થાય છે. ધારાસભ્ય કસવાલાએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારના છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાનો છે. આ પ્રસંગે લીલીયા તાલુકા ભાજપના પ્રમુખ જીજ્ઞેશ સાવજ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.