લીલીયા મોટા ખાતે ગટરના ગંભીર મુદ્દે જેમાં સાઈનાથ પ્લોટ, વેલનાથ પ્લોટ, મફત પ્લોટ, આદર્શ સોસાયટી, સિવિલ વિસ્તાર, મફતપ્લોટ નાવલી બજાર સહિતના વિસ્તારોમાં ગટરનો ગંભીર પ્રશ્ન હોય જે બાબતે લાગુ પડતી તમામ કચેરીઓને અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ ન હલતું હોય ત્યારે ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે તા.૧/૮/૨૦૨૩ ના રોજ લીલીયાના સામાજિક કાર્યકર એડવોકેટ સંજય બગડા દ્વારા લીલીયા તાલુકા પંચાયત કચેરી સામે ઉપવાસ આંદોલન પર બેસવાની જાહેરાત કરાઈ છે.