અમરેલીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ૧૨ જુનના રોજ મોટા લીલીયા ગામે કેવીકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાં ડો. મિનાક્ષી કે. બારીયાનાં માર્ગદર્શનમાં ખેડુતોની તાલીમનું આયોજન કરાયું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના જૈવિક ઉત્પાદનનાં વેચાણ જેવા કે ગીર સાવજ ટ્રાયકોડર્માં અને બ્યુવેરીયા તથા જમીન અને પાણીના પૃથ્થકરણ વિશે તથા કૃષિ યુનીવર્સિટીની ભલામણ મુજબ યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે અને યોગ્ય પધ્ધતિથી ખાતરનો સંતુલિત ઉપયોગ કરવા અંગે ખેડૂતોને સમજાવ્યું હતું. વિષય નિષ્ણાત ડો. નેહા તિવારી દ્વારા પ્રાકૃતિક ખેતીના આયામો અને પ્રાકૃતિક ઉત્પાદનના મુલ્યવર્ધન વિશે વાત કરી હતી. ખેત બચાઓ અભિયાન અંતર્ગત વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂત બહનોએ ભાગ લીધો. આ રેલીનો હેતુ કૃષિ જમીનના સંરક્ષણ, કુદરતી સંસાધનોના સંવર્ધન અને ઉત્પાદનક્ષમતા તથા પર્યાવરણીય ટકાઉપણામાં સુધારો લાવવા માટે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે જાગૃતિ ફેલાવાનો હતો.









































