કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે, લીલીયા મોટા તાલુકા ભાજપ દ્વારા ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી તાલુકા પંચાયતના ગ્રાઉન્ડમાં આવેલા શહીદ સ્મારક ખાતે સમાપ્ત થઈ હતી. આ પ્રસંગે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, મહામંત્રી જીગ્નેશ સાવજ, ગૌતમભાઈ વિછીયા, ભીખાભાઈ ધોરાજીયા, યુવા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી, તાલુકા પંચાયતના સભ્યો, સેલ મોરચાના હોદ્દેદારો, સરપંચો તેમજ પક્ષના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.