અંધત્વ નિવારણ હેતુસર લીલીયામાં ઉમિયા મંદિરે ૨૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ગુરુવારે યોજાયો હતો. આ કેમ્પનું આયોજન શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી), ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ, સુદર્શન નેત્રાલય, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી થયું હતું. આ કેમ્પનું દીપ પ્રાગટ્ય મંદિર ટ્રસ્ટ પ્રમુખ બાબુભાઇ ધામત, ઉપપ્રમુખ મનસુખભાઇ ગાંગડીયા અને લાયન્સ ક્લબ અમરેલી (સિટી)ના નવનિયુક્ત પ્રમુખ લાયન ઋજુલભાઈ ગોંડલિયા દ્વારા કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૬૦ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૫ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું.










































