લીલીયા તાલુકાના અતિ બિસ્માર બનેલ લીલીયા-ભોરીંગડા રોડનું ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા લાંબા સમયથી આ રોડ મંજૂર થઇ ગયેલ હતો, છતાં કોરોના મહામારીના કારણે રોડનું કામ શરૂ થઇ શક્યું નહોતું. આ રોડનું કામ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઇ માલવીયા, તાલુકા પંચાયતના બહાદુરભાઇ બેરા, લીલીયાના સરપંચ જીવનભાઇ વોરા, કોંગ્રેસ આગેવાનો જીવરાજભાઇ પરમાર, નીતિનભાઇ ત્રિવેદી, કાંતિભાઇ ડુંગરીયા સહિતનાઓ ઉપસ્થત રહ્યા હતા.