અમરેલી જિલ્લામાં નવી એસ.ટી.બસનું આગમન થતુ જાય છે જેથી નવા રૂટ શરૂ થશે તેવી જિલ્લાની જનતા રાહ જાઈ રહી છે. પરંતુ જિલ્લાના તાલુકામાં જ ઘણી બસ અનિયમિત આવતી હોવાથી મુસાફર જનતામાં ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે. જેમાં ખાસ કરીને અમરેલી ડેપોમાંથી ઉપડતી અમરેલી-લીલીયા-રાજકોટ બસનો સમય પઃર૦નો હોવા છતાં આ બસ લીલીયા એક કલાક મોડી પહોંચે છે. બસનો સમય થાય એટલે મુસાફરો લીલીયા-રાજકોટ બસની રાહ જાતા હોય છે પરંતુ છેલ્લાં ઘણા સમયથી આ બસ અનિયમિત હોવાથી મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લીલીયા-મતિરાળા બસ પણ અનિયમિત આવતી હોવાથી બસની રાહ જાઈ મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેથી લીલીયા આવતી બસ સમયસર ન આવતી હોવાથી લીલીયા પંથકના મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જા કે ગારિયાધાર, સાવરકુંડલાથી આવતી બસ પણ ઘણીવાર આવતી ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અનિયમીત બસના કારણે મુસાફરોને ના છુટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે અને ત્યારબાદ એસ.ટી.તંત્ર મુસાફરો મળતા ન હોવાનું ગાણુ ગાઈ બસને બંધ કરી દેતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. લીલીયાનું બસ સ્ટેશન પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યું છે. બસ સ્ટેશનમાં મોટી લાઈટ મુકવાની તાતી જરૂરિયાત છે. અંધારામાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ સ્ટેશનમાં સાફ-સફાઈનો પણ અભાવ જાવા મળે છે. સફાઈ થતી ન હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. બસ સ્ટેશનમાં પીવાના પાણી કે શૌચાલયની પણ સુવિધા ન હોવાથી મુસાફરો પ્રાથમિક સુવિધા ઝંખી રહ્યા છે. આમ, એસ.ટી.વિભાગ મુસાફરોની મુશ્કેલીને ધ્યાને લઈ યોગ્ય કામગીરી કરે તેવી માંગ ઉઠવા પામી છે.