લીલીયા સ્થિત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં એનએસએસ વિભાગ, સપ્તધારા અને સંસ્કૃત વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ, સભ્યતા અને શિક્ષણના પાયા સમાન ગુરુના અનેરા મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડની ઉચ્ચતમ પ્રેરણાથી કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ એ. રાઠોડ સાહેબે ગુરુ મહિમા વિશે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન પાઠવીને કરી હતી. ત્યારબાદ, ડા. મહેશ એસ. ગઢીયા, ડા. શિબીર પરમાર અને પ્રો. વિરાજબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાસંગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડા. ભરત ખેની દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમની આભારવિધિ ડા. પ્રકાશકુમાર પરમાર દ્વારા કરવામાં આવી હતી. કોલેજના તમામ અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સઘન જહેમત ઉઠાવી હતી.