ગુજરાત રાજયના ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી ગાંધીનગરના વડપણ હેઠળ કવચ કેન્દ્ર અંતર્ગત યુવા પેઢી સાયબર ફ્રોડથી જાગૃત થાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સાયબર રક્ષક નાટક ઉત્સવનું આયોજન મંગળવારે કરવામાં આવ્યું હતું. જેમાં લીલીયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કોલેજના સાયબર ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓએ ઉમદા લઘુ નાટ્ય વડે ડિજિટલ નાણાકીય સલામતી માટે સામાજિક જાગૃતિ અને સાયબર ક્રાઇમ તથા નિવારણ વિષય પર ઉમદા પર્ફોર્મન્સ આપી તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડા.રાજેન્દ્રસિંહ રાઠોડે સમગ્ર ટીમને અભિનદન આપ્યા હતા. સાયબર ક્લબ કવચ કાઓર્ડીનેટર પ્રો.ડા. સુભાષ ઓડેદરા સહિતની ટીમે આ માટે જહેમત ઉઠાવી હતી, તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.