લીલીયા મહાલ કેળવણી મંડળ સંચાલિત અમૃતબા વિદ્યાલયમાં ચાર દિવસીય તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ રમતગમત મહોત્સવ ડોક્ટર હસમુખભાઈ કરડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં એથ્લેટિક્સ, ચેસ, યોગાસન, કબડ્ડી, ખો-ખો, રસાખેંચ, વોલીબોલ સહિતની રમતગમત યોજાઈ ગઈ. જેમાં ૪૩૫ ભાઈઓ અને ૩૩૫ બહેનોએ ભાગ લીધો હતો. આ તકે તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.