લીલીયાના સનાળીયા ગામના ખેડૂત યોગેશભાઈ રમેશભાઈ ગોહિલનું થોડા સમય અગાઉ અવસાન થયું હતું. તેમનું એકાઉન્ટ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની લીલીયા શાખામાં હતું. યોગેશભાઈનું એકાઉન્ટ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાયેલું હતું. તેમના પરિવારજનોને આ ખાતા અને વીમા અંગેની કોઈ જાણ નહોતી. લીલીયા શાખાના બ્રાન્ચ મેનેજર જીતુભાઈ વઘાસીયાએ પરિવારજનોનો સંપર્ક કરીને યોગેશભાઇના ખાતા અને તેમની વીમા યોજનાની જાણ કરી હતી. પછી તેમની અરજી અને કાગળો મેળવીને વીમાના નાણા અપાવવાની પ્રક્રિયા કરી હતી. તા.૦૩/૦૭/૨૫ ના રોજ ફકત આઠ જ દિવસમાં યોગેશભાઇના વારસદાર લીલીબેન રમેશભાઈ ગોહિલના બચત ખાતામાં રૂ.૨,૦૦,૦૦૦ (બે લાખ) જમા આવી ગયેલ છે. આવી સરાહનીય કામગીરી કરવા બદલ બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, બેંકના જનરલ મેનેજર (સી.ઈ.ઓ.) બી.એસ. કોઠીયા, લીલીયા તાલુકાના સિનિયર ઓફિસર મનીષભાઈ ધાનાણી, લીલીયા શાખાના બ્રાન્ચ મેનેજર જીતુભાઈ વઘાસીયા, ભૌમીકભાઈ ભુવા, જયભાઈ રામાણી તેમજ લીલીયા શાખાના સમગ્ર સ્ટાફનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.





































