લીલીયા પંથકના સનાળીયા, ખારા, કુતાણા નજીક ગાગડીયો નદી પાસે શાંતિધામ આશ્રમમાં વીજપોલ પડી જતાં પાછલા સાત મહિનાથી વીજ પુરવઠો ખોરવાયો છે. સિંહ-દીપડાની અવરજવર અને મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ તેમજ સંતોને ભારે મુશ્કેલી પડી રહી છે.
આશ્રમના સેવકોની વારંવારની માંગ છતાં PGVCL દ્વારા વીજ પુરવઠો કાર્યરત ન થતાં સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી છે. AAPના વિજયભાઈ વિરાણીએ કાર્યકરો સાથે PGVCL કચેરીએ દોડી જઈ તાકીદે નવા પોલ નાખી વીજળી ચાલુ કરવા માંગણી કરી હતી. PGVCL નાયબ કાર્યપાલક ઈજનેર દેવમુરારીએ જણાવ્યું હતું કે સનાળીયા ફીડર લાઇનમાંથી આશ્રમમાં વીજ પુરવઠો જતો હતો. ગાગડીયો નજીક વીજપોલ પડી જતા હવે બોડીયા નજીકના ફીડરમાંથી આશ્રમમાં વીજ પુરવઠો ફાળવવા કામગીરી હાથ ધરી હોવાથી થોડા દિવસોમાં વીજ પુરવઠો કાર્યરત થઈ જશે.










































