લીલીયા તાલુકાના લોકી ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનો લોકાર્પણ સમારોહ સાંસદ પરશોતમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે એન.સી.યુઆઈ અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને રાસ-ગરબાની રજૂઆત કરી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના હસ્તે શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહેમાનોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ સંઘાણીએ શાળાની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. ગામના વતની અને ઉદ્યોગપતિ આણંદભાઈ વિરમગામાએ ગામને ધુમાડાબંધ જમાડવાનો ખર્ચ, વિદ્યાર્થીઓના યુનિફોર્મ અને શાળાને બે કોમ્પ્યુટરની ભેટ આપી હતી.