લીલીયા તાલુકા પુંજાપાદર ગામના મજૂરી કામ કરી ઘરે પરત ફરી રહેલા ભુપતભાઈ વેકરીયાને રસ્તામાં ઝેરી સાપ કરડતાં ૧૦૮ને ઈમરજન્સી મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. ઘટના સ્થળ પર પહોંચીને ૧૦૮ના સ્ટાફ દ્વારા તપાસ કરાતા સર્પદંશની જગ્યા પર સોજા આવી ગયેલ હોય અને ઝેરી અસર જણાતાં તાત્કાલિક અમદાવાદ ઓફિસમાં રહેલ ડોકટરની સલાહ લેવામાં આવી હતી. ત્યારબાદ ઓક્સિજન અને જરૂરી ઈન્જેકશનો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી અને દર્દીને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોÂસ્પટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જરૂરી સારવાર તાત્કાલિક મળતાં દર્દીનો અમૂલ્ય જીવ બચ્યો હતો. દર્દીના પરિવારજનોએ ૧૦૮ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો. તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવાયું છે.