લીલીયાના પીપળવા ગામે પરિણીતાએ પિયર આવીને ઝેરી દવા પીધી હતી. જેથી સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે ધીરૂભાઈ મધુભાઈ વઘાસીયા (ઉ.વ.૬૮)એ જાહેર કર્યા મુજબ, નીતાબેન ચીમનભાઈ કોલડીયા (ઉ.વ.૪૦)ના લગ્ન જાફરાબાદના મોટા માણસા મુકામે થયા હતા. મૃતકને ઘણા સમયથી મગજની બીમારી હતી. જેથી કંટાળી જઈ તેણે પીપળવા ગામે પિતાના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે. ધાંધળ વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રહેતા કૌશિકભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૨૯)એ પણ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતાં મરણ પામ્યા હોવાનું નિલેશભાઈ રમેશભાઈ પરમાર (ઉ.વ.૩૨)એ જાહેર કર્યું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહિલ વધુ તપાસ કરી રહ્યા છે.