લીલીયા તાલુકાના નાના કણકોટ ગામે ચોમાસામાં લોકોને પડતી હાલાકીને ધ્યાને લઇ પુલ બનાવવા માટે રકમ ફાળવવામાં આવી હતી. હાલ આ પુલનું કામ તેઝ ગતિએ આગળ વધી રહ્યું છે. આજે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે ગામના સરપંચ હસમુખભાઇ પોલરાને સાથે રાખી પુલના કામનું નિરીક્ષણ કર્યું હતું.
ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે પુલ પર પાણી છાંટવા અને પુલ વધુ મજબૂત બને તેમજ ઉત્તમ ગુણવત્તાનો બને તેવી કામગીરી કરવા સૂચન કર્યું હતું અને સારી કામગીરીથી સંતોષ વ્યક્ત કરી કોન્ટ્રાક્ટરને બિરદાવ્યા હતા.