અમરેલી જિલ્લાની પરિણીતાઓ પર સાસરિયાના સિતમની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. લીલીયાના દાડમા (પુતળીયા) ગામની યુવતીના લગ્ન ભાવનગરના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ સાસરિયાએ સિતમ ગુજારતા પિયર પરત ફરીને ફરિયાદ નોંધાવી હતી. મોનીકાબેન હાર્દિકભાઇ ચુડાસમા (ઉ.વ.૩૦)એ હાર્દિકભાઇ કિશોરભાઇ ચુડાસમા, નેહલબેન અશ્વિનભાઇ પરમાર તથા અશ્વિનભાઇ દાસભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ તેમને નાની નાની વાતોમાં મેણાટોણા બોલી, ગાળો આપી હતી તેમજ શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. ઉપરાંત તમામ આરોપીઓએ શારીરિક તેમજ માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ મધુભાઇ વધુ તપાસ કરી રહ્યા છે.