લીલીયા વન્યજીવ રેન્જના સલડી રાઉન્ડ નીચે આવતા જાત્રોડા ગામે અશોકભાઈ નારણભાઈ ડાવરાએ પોતાની માલિકીની વાડીએ પાણીના ધોરીયામાં વીજકરંટ પસાર કરી ત્રણ નીલગાયનું મોત નિપજાવતા સ્થાનિક RFO ગલાણીએ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી એડવાન્સ રિકવરી પેટે રૂપિયા ૫૦૦૦૦/- દંડ લઈ ખેડૂતને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને પી.જી.વી.સી.એલને અશોકભાઈ નારણભાઈ ડાવરાનું વાડીનું વીજ કનેક્શન રદ કરવા જાણ કરી છે. ઉલ્લેખનીય છે કે અંટાળીયા, જાત્રોડા, કૃષ્ણગઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સિંહો, કાળિયાર સહિતના વન્ય પ્રાણીઓનો વસવાટ હોય તેવા વિસ્તારનું રીચેકિંગ હાથ ધરવા સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓએ માગણી કરી છે. આ કામગીરીમાં ફોરેસ્ટર અશોકભાઈ બાંભણીયા, તુષારભાઈ મહેતા, ચાવડાભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.