લીલીયાના ગોઢાવદરમાં ગ્રામ સભા યોજવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં માલધારી સમાજ ઉપસ્થિત રહ્યો હતો. તેમને પડતી મુશ્કેલીઓ અને તેના પ્રશ્ન ગ્રામસભામાં રજૂ કરવામાં આવ્યા હતા. પ્રિન્સીપાલ વર્ષાબેન જોશી દ્વારા પ્રાઇમરી સ્કૂલ ફરતે દિવાલ અને બોરની માંગણી, અનુસૂચિત લોકોના વિસ્તારમાં સ્મશાનમાં બોર માટે લાઇટ કનેક્શનની માગણી અને સ્નાનઘાટ, માલધારી વિસ્તારમાં પાણી અને રોડ રસ્તાની માંગણી કરવામાં આવી હતી. તેમજ અનુસૂચિત લોકોના ખેતરને શેઢે પાળે પુર સંરક્ષણ પાળાના કામની માંગણી મનરેગા યોજનામાંથી કરવામાં આવી હતી. મફત પ્લોટ અંતર્ગત વિસ્તૃત ચર્ચા જયંતીભાઇ વિંઝુડા દ્વારા કરવામાં આવી હતી. આ તકે ગામના સરપંચ હીરાબેન ગોસાઇ, ઉપ સરપંચ વિપુલભાઇ ગજેરા, સ્કૂલ આચાર્ય વર્ષાબેન જોષી, ભાર્ગવભાઈ ત્રિવેદી, જયંતીભાઇ વિંજુડા, તલાટી કમ મંત્રી ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.