લીલીયાના ગોઢાવદર ગામે એક યુવકનું એસિડ પીવાથી મોત થયું હતું. બનાવ સંદર્ભે ભનુભાઈ વાઘાભાઈ પરમાર (ઉ.વ.૫૫)એ જાહેર કર્યા મુજબ, પ્રદીપભાઈ ધીરૂભાઈ પરમાર (ઉ.વ.૩૦) અગમ્ય કારણોસર પોતાની મેળે એસિડ પી જતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.