લીલીયા તાલુકાના ગોઢાવદરમાં રૂ. ૧ર લાખના ખર્ચે બનેલ આંગણવાડીનું આજે ડીડીઓ પરિમલ પંડ્‌યા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પંચાયત દફતર તપાસ કરવામાં આવેલ. આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ભીખાભાઇ ધોરાજીયા, વિપુલભાઇ દુધાત, મામલતદાર સાંગાણી, ટી.ડી.ઓ. આચાર્ય, ઉપસરપંચ વિપુલભાઇ ગજેરા, તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઇ સાવજ,
સીડીપીઓ મીનાક્ષીબેન, પ્રભાબેન, તાલુકા પ્રમુખ નાકરાણી, ગૌતમભાઇ વિછીયા, ભનુભાઇ ડાભી, ધનસુખભાઇ નારોલા, ભરતભાઈ નારોલા, વિજયભાઇ ગજેરા, ચાવડા, પત્રકાર ઇમરાન પઠાણ, ભરત વિંઝુડા, આંગણવાડી વર્કર બહેનો, સખી મંડળની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.