લીલીયાના ગુંદરણમાં બીમારીથી કંટાળી એસિડ પીધું હોવાની ઘટના બની હતી. બનાવ સંદર્ભે રેખાબેન જગદીશભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦)એ જાહેર કર્યા મુજબ, ભોગ બનનારને છેલ્લા ૧૫ વર્ષથી ડાયાબિટીસની બીમારી હતી અને ચાર મહિના પહેલા પગનું ઓપરેશન કરાવ્યું હતું. જેની પીડા સહન ન થતા અને બીમારીથી કંટાળી એસિડની બોટલમાંથી થોડું એસિડ પી લીધું હતું.