અમરેલી જિલ્લામાં અકસ્માતના વધુ ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. ગુંદરણ ગામે રહેતા અકબરભાઈ અલારખભાઈ બોળાતરા (ઉ.વ.૩૨)એ આઇસર વાહન ચાલક નંબર જીજે—૧૪-ડબલ્યુ-૬૫૫૬ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આઇસર ચાલકે ટક્કર મારતા જીજે-૨૦-એએફ-૯૫૨૬ નંબરના બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે તેની પાછળ બેઠેલી મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. ગીર સોમનાથ તાલુકાના વડવીયાળી ગામના રસીકભાઈ નનુભાઈ બરવાળીયા (ઉ.વ.૧૬)એ બોલેરો પીકઅપ વાહન જીજે-૧૧-વીવી-૨૩૮૩ નંબરના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ફરિયાદી તથા તેના કાકાના દીકરા મરણજનાર ગોકુળભાઇ છગનભાઇ બરવાળીયા તેના ટ્રેક્ટર અને ટ્રોલીમાં ડુંગળી ભરી મહુવા માર્કેટયાર્ડમાં લઇને જતા હતા તે દરમ્યાન રાત્રીના આશરે સવા એક વાગ્યાના સમયે દાતરડી ગામના બાયપાસ રોડ ઉપર પુલની પાસે પહોંચતા બોલેરો ચાલક પોતાના હવાલાની બોલેરો ટ્રેકટરની ટ્રોલી સાથે અથડાવી હતી. જેમાં કાકાના દીકરા ગોકુળભાઇને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે તેમને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક બોલેરો પીકઅપ સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. અમરેલીમાં રહેતા વિનોદકુમાર શામજીભાઈ પટેલએ આઇસર નંબર જીજે-૨૭-વી-૮૫૭૪ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અમરેલી-લીલીયા ચોકડીએ આઇસર ચાલકે તેમને ટક્કર મારતા પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. જે બાદ ચાલક ફરાર થઈ ગયો હતો.