લીલીયા ઘટકના ગુંદરણ સેજામાં આવેલા ગુંદરણ ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં ટી.એચ.આર. અને મિલેટ્સ (જાડા ધાન્ય) પર આધારિત વાનગી સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો.આ સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનોએ ટી.એચ.આર. અને મિલેટ્સમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવીને પ્રદર્શિત કરી હતી. આ પહેલથી સ્થાનિક લોકોમાં મિલેટ્સનું મહત્વ અને તેના ઉપયોગ વિશે જ્ઞાન વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો, ગામના અગ્રણીઓ, આયુષ ડાક્ટર નેહાબેન, મુખ્ય સેવિકા એચ.એન. રેણુકા, પી.ડી. રાઠોડ અને શાળાના આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








































