લીલીયાના ખારા ગામે એક મહિલાને ચાર વર્ષ પહેલા બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી તેના પતિ પર હુમલો કરીને આડેધડ મુંઢમાર મારવામાં આવ્યો હતો. બનાવ અંગે ચેતનભાઈ હરીરામભાઈ ગોંડલીયા (ઉ.વ.૩૮)એ ભવદીપ ઉર્ફે ભોલો મનોજભાઈ ગોંડલીયા, મનોજભાઈ હરીરામભાઈ ગોંડલીયા, હાર્દિકભાઈ ઉર્ફે કાન દેવીદાસભાઈ કાપડી, દેવીદાસભાઈ જીવારામભાઈ કાપડી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પત્નીને ચાર વર્ષ પહેલા હાર્દિકભાઈ કાપડી સાથે અણબનાવ થયો હતો. જેનું મનદુઃખ રાખી આરોપીએ તેમના ઘરમાં ગુનાહીત અપપ્રવેશ કરી લોખંડના પાઇપનો એક ઘા માથામાં કપાળના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. તેમજ આડેધડ મુંઢમાર માર્યો હતો. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી.બી. ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.