લીલીયાના ક્રાંકચ ગામે ધકાણ પરિવારની વાડીની પાછળ જાહેરમાં હાથબત્તીના અજવાળે તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ ઇસમો ઝડપાયા હતા. પોલીસે વિપુલભાઈ સોમાભાઈ હેલૈયા, જયેશભાઈ ગોવિંદભાઈ હેલૈયા તથા હરેશભાઈ ભીમજીભાઈ હેલૈયાને હાથબત્તીના અજવાળે ગંજીપત્તા વડે પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા ૨૦૪૦, હાથબત્તી મળી કુલ ૨૧૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.આર. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.