લીલીયાના કલ્યાણપર અને લાઠીના શાખપુરને જોડતો જે રસ્તો છે તેની સેફટી માટે જે દીવાલ બનાવવામાં આવી હતી તે ધરાશાયી થઈ ગઈ છે. આથી ત્યાં હવે દીવાલ બનાવીને રસ્તો બનાવવા બાબતે કલ્યાણપરના જાગૃત નાગરિક અશ્વિનભાઈ બલર દ્વારા અમરેલીના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે.
જે પત્રમાં જણાવેલ છે કે, કલ્યાણપર તથા શાખપુર તરફ જતો રસ્તો છે તેનું કામ ૨૦૧૮માં કરવામાં આવ્યું હતું અને ત્યારે તે સડકને પાણીથી ધોવાણ ન થાય તથા સડકની સલામતી માટે અંદાજે ૪૦ ફુટની દીવાલ બનાવવામાં આવી હતી. પરંતુ હવે તે દીવાલ પડી ગયેલ છે. તે પડી ગયેલ દીવાલ આજે પણ વહેણમાં પડેલ છે. એટલે દર વર્ષે વરસાદના પાણીથી રોડનું ધોવાણ થતુ રહે છે. જે બાબતે અરજદારે લેખિતમાં રજૂઆત કરી છે.