ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટામાં ગુરુવાર, ૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પંદરમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને સુદર્શન નેત્રાલય અમરેલીના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મુંબઈના રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. કેમ્પનું ઉદ્‌ઘાટન મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ મનસુખભાઈ ગોંડલિયા અને લાયન્સ કલબના પ્રમુખ મનોજભાઈ કાનાણીના હસ્તે કરવામાં આવ્યું. નિષ્ણાત ડો. કનનબેન સેદાણી અને તેમની ટીમે મોતિયો, જામર, વેલ, પરવાળા સહિતના આંખના વિવિધ રોગોની તપાસ કરી હતી. કેમ્પમાં કુલ ૯૬ દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી ૩૨ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવી. વધુમાં, ૨૨ વ્યક્તિઓને રાહત દરે ચશ્મા પણ બનાવી આપવામાં આવ્યા હતા.