શેત્રુંજી વન્યજીવન વિભાગની લીલીયા રેન્જ હેઠળ આવતા મોટા કણકોટ ગામની સીમમાંથી વીજશોકથી મૃત્યુ પામેલી ૪ વર્ષની સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. પેનલ પોસ્ટમોર્ટમમાં વીજશોકથી મૃત્યુની પુષ્ટિ થતાં, લીલીયા વાઈલ્ડ લાઇફ રેન્જ દ્વારા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. એસીએફ વિરલસિંહ ચાવડા અને આરએફઓ બી.જી. ગલાણીની ટીમે ટેક્નોલોજીના ઉપયોગથી આરોપી જયરાજભાઈ રામકુભાઈ બોરીચાને ઝડપી પાડ્યો હતો. આરોપીએ એડિશનલ સેશન્સ કોર્ટ સાવરકુંડલાની કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટમાં ગુનાની ગંભીરતા અને કાયદાકીય જોગવાઈઓને ધ્યાને લઈ જામીન અરજી નામંજૂર કરી હતી.










































