લીલીયાના આંબા ગામે ચાલી રહેલા મનરેગાના સામૂહિક કામની સાઇટ પર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય બાળ મજૂરી વિરોધી દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ તથા લીલીયા પ્રિન્સીપાલ સિવિલ જજ નામ. જીતેન્દ્રસિંહ દ્વારા બાળમજૂરી વિરોધી કાયદા વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત જ્યુડિશ્યલ સ્ટાફના ગઢીયાભાઇ દ્વારા મફત કાનૂની સહાયનો લાભ કેવી રીતે મળી શકે તે બાબતે સમજ આપવામાં આવી હતી. જ્યારે મનરેગા મસ્ટર કારકુન શબનમબેન દ્વારા બાળમજૂરીને કેવી રેતી અટકાવી શકાય તે બાબતે સમજ અપાઇ હતી. ગામના લોકોએ આ શિબિરનો લાભ લીધો હતો.