લીલીયા તાલુકાના આંબા ગામે કરમશીભાઈ રૂપારેલના ઘરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના ૧૩૭મા સંસ્કરણનું લીલિયા તાલુકા ભાજપ પરિવાર દ્વારા સામૂહિક નિહાળન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ વડાપ્રધાનના સંબોધનને ઉત્સાહ સાથે સાંભળ્યું હતું.આ પ્રસંગે જીગ્નેશભાઈ સાવઝ, ભીખાભાઈ ધોરાજીયા, કાનજીભાઈ નાકરાણી અને ગૌતમભાઈ વિંછીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાજપ પરિવારના કાર્યકર્તાઓએ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા અને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી જનસેવાના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.










































