લીલીયાની જનતાએ ખોબલે ખોબલે મત આપ્યા બાદ સત્તાધારી પક્ષ લોકોએ કરેલ વિશ્વાસને જાળવી રાખવામાં નિષ્ફળ ગયો છે. આ જ રીતે લોકોના પ્રશ્નોને લઇ વિપક્ષ દ્વારા પણ યોગ્ય રજૂઆતો કરવામાં ન આવતી હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. લીલીયાના અનેક રસ્તાઓએ ગાડામાર્ગનું સ્વરૂપ ધારણ કર્યું છે. લીલીયા તેમજ ગારિયાધાર અને સાવરકુંડલા તથા અન્ય ગામોને જાડતો સ્ટેટ હાઇ-વેનો પુલ અતિ બિસ્માર હાલતમાં જાવા મળી રહ્યો છે. આ પુલ પર વરસાદી પાણીના કારણે મોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં તંત્ર દ્વારા ગાબડા પર કોરી કપચી નાખી બુરી દઇ સંતોષ માની લીધો છે. આ રીતે લાઠી રોડથી લઇ ગાયત્રી મંદિર અને અમરેલીને જાડતો માર્ગ કે જ્યાં અનેક સરકારી કચેરીઓ આવેલી હોય તે માર્ગ પણ દયનિય હાલતમાં છે. સિવિલ હોસ્પિટલ જવાનો રસ્તો પણ બિસ્માર છે. આ રીતે અનેક માર્ગોની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા માર્ગની કામગીરી ન કરાતા લોકોમાં રોષની લાગણી પ્રસરી છે.