લીલિયા શહેરના બગીચા, શ્યામવાડી અને પુંજાપાદર રોડ પર આવેલી ભૂગર્ભ ગટરનું લોખંડનું ઢાંકણું તૂટી જતાં તે જીવલેણ બની છે. છેલ્લા ૧૫ દિવસથી આ ઢાંકણું તૂટી ગયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મુખ્ય માર્ગ પરથી એસ.ટી. બસો, રેતી ભરેલા ટ્રકો, ટ્રેક્ટરો અને હજારો ટુ-વ્હીલર સહિતના વાહનો પસાર થાય છે. ગટરની કુંડી લગભગ ૧૦૦ ફૂટ જેટલી ઊંડી હોવાથી ગંભીર અકસ્માતનો ભય રહેલો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રસ્તો નેતાઓ અને પદાધિકારીઓનો મુખ્ય માર્ગ હોવા છતાં કોઈની નજરમાં આ સમસ્યા આવતી નથી. અનેક વખત ન્યૂઝ પેપર અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રના કાન ઉઘડતા નથી. લોકોએ તાત્કાલિક ધોરણે આ કુંડીનું સમારકામ કરીને મોટા અકસ્માતને અટકાવવા માટે મરામત કરવાની લોકમાગણી કરી છે.