સાવરકુંડલાના લીખાળા પંથકમાં બનવા પામેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસે ઝડપી તપાસ કરી માત્ર ૩ જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધું છે. તા. ૧પ-ડિસેમ્બરે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે આજે તા. ૧૭ના બપોરના ૩ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ચાર્જશીટ પણ રજૂ કરી દીધું છે. ત્યારે ઝડપી તપાસથી લોકોમાં ન્યાય તંત્ર અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ દૃઢ બન્યો છે.