લીઓ ક્લબ ઇન્ટરનેશનલની અમદાવાદ ખાતે યોજાયેલ મલ્ટીપલ કોન્ફરન્સમાં લીઓ ઓફ ધ યરનો એવોર્ડ લીઓ ક્લબ ઓફ અમરેલી (રોયલ)ના પ્રેસિડેન્ટ વર્ષિલ મોવલીયાને એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતભરમાં ૮૦ ક્લબ આવેલ છે અને ૧પ૦૦ લીઓ મેમ્બર્સ છે. દર વર્ષે સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ તરીકેનો એવોર્ડ કોઇ એક પ્રેસિડેન્ટને આપવામાં આવે છે. ત્યારે આ વર્ષના સર્વશ્રેષ્ઠ પ્રેસિડેન્ટ તરીકે રાજ્યના ૧પ૦૦ લીઓ મેમ્બર્સમાંથી વર્ષિલ મોવલીયાની પસંદગી થતા તેમના પર અભિનંદનની વર્ષા થઇ રહી છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વર્ષિલ મોવલીયાને હાઇટ્‌સ અચિવેબલ એવોર્ડ ફોર એની લીઓનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અમદાવાદ ખાતે યોજાયેલ મલ્ટીપલ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી લીઓ ક્લબના મેમ્બર્સ હાજર રહ્યા હતા.