ફળપાકોમાં કેરી, સફરજન અને કેળા પછી લીંબુ વર્ગના ફળપાકો અગ્રસ્થાને છે. લીંબુવર્ગના ફળપાકોમાં વ્યાપારિક ધોરણે વવાતા પાકોમાં મોસંબી, સંતરા, એસિડ લાઈમ અને લેમનનો સમાવેશ થાય છે. દુનિયામાં આ ફળપાકોના ઉત્પાદનમાં ભારત ત્રીજા સ્થાને છે. ભારતમાં અંદાજીત ૨૯૬૦૦ લાખ હેક્ટર વિસ્તારમાં દર વર્ષે અંદાજી ૩૩૯૭૦૦૦ મેટ્રીક ટન ફળો પેદા થાય છે. ચાઇના વિશ્વનો લીંબુવર્ગના ફળ પાકો ૨૦ ટકા વિસ્તાર સાથે ૨૨૯૪૦૦૦૦ લાખ ટન ફળો પેદા કરી પ્રથમ ક્રમે છે. જયારે ભારત ચોથા ક્રમ ઉપર છે. પૈકી પંજાબ, હરિયાણા, વિશેષ મોસંબી પકવે છે. જયારે મહારાષ્ટ્ર,
આંધ્ર પ્રદેશ, કર્ણાટક, વિશેષ સંતરા. જયારે ગુજરાત, રાજસ્થાન વિશેષ કરીને ખાટા લીંબુ ((citrusaurentifo
lia) લાઈમ પકવે છે. ભારતમાંથી તાજા અને સૂકવેલ aurentifolia લેમનનો નિકાસ ૨૦૧૬માં ૧૭૦૮૧ ટન થયું જેના ૭૪.૦૭ કરોડ રૂ. હુંડીયામણ મળેલ. દુનિયાના લીંબુ આયાત કરતા મુખ્ય દેશોમાં યુ.એ.ઈ, સાઉદી અરેબીયા,  માલદીવ, નેપાલ, કુવૈત, બહેરીન, કોરિયા, પાકીસ્તાન, સોંગાપુર અને તારનો સમાવેશ થાય છે. ૨૨૨૬૨ ટન લેમન અને લાઇમ સાઉદી અરેબીયામાં નિકાસ કરેલ છે. ફળો ઉતાર્યા પછી ૨૫-૩૦ ટકા બગડી જાય છે. એટલે નિકાસ માટે ફળોની વીણી પછીની માવજત ખાસ જરૂરી છે. ગુજરાતમાં મોટે ભાગે કાગદી લીંબુની જ ખેતી થાય છે. એટલે તેને અનુલક્ષીને ચર્ચા કરીશું. ગુણવત્તા માટે ફળો ઉતાર્યા પહેલા માવજત અને ફળો ઉતાર્યા પછીની માવજત ધ્યાને લેવી જોઈએ ઉતાર્યા પછીની માવજ ઃ ફળો કાળજી પૂર્વક આછા લીલા રંગ પુરા ભરાયેલા, હાથથી અથવા સીકેટર , અથવા વેડી દ્વારા ઉતારવા, જમીન ઉપર પડવા ન દેવા. કાગદી લીંબુની છાલ ઘણી પાતળી કાગળ જેવી છે, એટલે થોડી પણ ઈજા થતા ફળો ત્યાંથી બગડે છે. જેથી કાળજી પૂર્વક વીણી કરવી. કાગદી લીંબુ તથા લેમનનો ખાસ કોઈ નિકાસ થતો
નથી. વળી કાગદી લીંબુના ફળો ૭૦ ટકા જુન – સપ્ટેમ્બર દરમ્યાન ૨૦ ટકા ઓકટોબર – ફેબ્રુઆરી અને ૧૦ ટકા માર્ચ અને જુન સુધીમાં મળે છે. જયારે ઉનાળાની ઋતુ દરમ્યાન ૭૦ ટકા વપરાશ છે. ત્યારે ખેડૂતો પાસે લીંબુ હોતા નથી અને હોય છે ત્યારે ભાવ હોતા નથ. એટલે લીંબુ ફુલો / ફળો ઉનાળા દરમ્યાન આવે તથા મૂલ્ય વર્ધન જેવાકે શરબત, કોડીંયલ, સુકવણી, અથાણા દ્વારા વિશેષ કિમત ઉપજાવી શકાય. સાથે નિકાસ માટે એ પ્રમાણે આંતર રાષ્ટ્રીય માંગ પણ છે. ગુજરાતના ખેડૂતોને તાલીમ આપવાની જરૂરિયાત છે. ગુજરાતમાં નડીયાદ, ભાવનગર અને મહેસાણાના મુખ્ય વિસ્તારો ધ્યાને લઈ ખેડૂતોને પ્રશિક્ષણ આપવાની જરૂરિયાત છે. હાલ લીંબુ હેઠળનો વિસ્તાર અને ઉત્પાદન વધી રહેલ
છે. તથા ગુવણત્તા પણ સુધરી રહેલ છે. ત્યારે આ પાક ઉપર વિશેષ સંશોધન અને નિકાસ માટેના પ્રમાણો નકકી કરવા જરૂરી છે. હવે ઇલેકટ્રોનીક સાધનો દ્વારા ગ્રેડીંગ, શોર્ટીંગ, વોશીંગ, વેકસ કોટીંગના પ્રમાણો મોસંબી અને નાગપુર સંતરા માટે પ્રમાણીત થયેલ હોય તે લાઈન ઉપર લાઈમ અને લેમનના પ્રમાણો નકકી કરવા. ગુજરાતમાં આવા યુનિટો સ્થાપવાની જરૂર છે.
દુનિયાના યુરોપના દેશોનું બજાર લાઈમ અને લેમન માટે ખૂબજ મોટુ છે. જે દરિયાઈ રસ્તે પહોંચતા ૨૮ દિવસ લાગે છે. તેવુ મોટુ બજાર ખાડીના દેશોનું છે. જે ત્યાં દરિયાઈ માર્ગે જતાં ફકત ૧૦ દિવસ લાગે છે. તો ભારતે લાઈમ અને લેમન ખાડીના દેશોમાં મોકલી પરદેશી હુંડીયામણ કમાવાની સોનેરી તકને આત્મ નિર્ભર દ્વારા ઉજળી બનાવવાની તાતી જરૂરિયાત છે. પંજાબ, રાજસ્થાન, અને હરિયાણામાં નાના– મોટા ૪૦ યુનિટો મોસંબી અને સંતરા માટે સ્થપાયા છે. ગુજરાત શરૂ કરે, કાગદી લીંબુ માટેભાવનગર, મહેસાણા અને નડીયાદ ખાતે કલેકશન સેન્ટર, ગ્રેડીંગ, વોશીંગ, વેકસીંગ, વિગેરે માટે માળખાકીય સગવડતા ઉભી કરવી. આ કાર્યો સહકારી સંઘો, ખેડૂત ઉત્પાદક મંડળીઓ અને એપીએમસી કરી શકે તેમ છે. માન.અબ્દુલકલામ સાહેબ કહેતા કે ભારતનો ખેડૂત વિકસતા ભારતમાંથી વિકસીત ભારત સર્જી શકે તેટલો સક્ષમ છે.