સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઇવે પર ઉભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં બે લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જેમાં વડોદ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. વડોદ નજીક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે લીંબડી-રાજકોટ હાઇવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જયારે આ અકસ્માતની ઘટનાની જાણ થતા લીંબડી પોલીસે તાકીદે ઘટના સ્થળે પહોંચી અને બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અને વધુ તપાસ હાથ ધરી છે.