ગઢડા તાલુકાના લીંબડીયા(જામ) ગામે આવેલા શ્રી સાત હનુમાન આશ્રમ ખાતે આગામી તા.૧૩ ને બુધવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકથી ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું છે. બીજી તરફ તા.૧૨ને રાત્રે ૯ઃ૩૦ કલાકે ભજન સંધ્યાનું પણ આયોજન છે. જેમાં કલાકાર મહેશભાઈ ગઢવી(ભુરાભગત) ભજનની રમઝટ બોલાવશે. આથી સૌ શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ તથા ગુરૂભાઈઓને ગુરૂપૂર્ણિમા મહોત્સવનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.