સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને આ અકસ્માતો જીવલેણ પણ સાબિત થતાં હોય છે તેવા સંજોગોમાં ગઈકાલે સાંજના સમયે વધુ એક અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે ઘટનાસ્થળ બે લોકોના મોત નિપજ્યા છે અને સારવાર દરમ્યાન વધુ એક મહિલાનું મૃત્યુ નિપજયું હોવાનું જોણવા મળ્યું છે.
અન્ય પાંચ લોકોને ગંભીર ઇજો પહોંચવા પામી છે. મળતી વિગત અનુસાર જિલ્લા ના ચુડા તાલુકાના કારોલ નજીક બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ૩ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતા અને ૫ વ્યક્તિને ગંભીર ઇજોઓ પહોંચી હતી. કરમડથી પ્રસંગ પતાવીને ચોટીલા પરત ફરી રહ્યાં હતાં ત્યારે લીંબડીથી બોટાદ તરફ જઈ રહ્યાં હતાં તે સમયે કારોલ નજીક પુરપાટ ભગુપુર તરફથી આવતી કાર સાથે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે ૨ લોકોના મોત નિપજ્યા હતા અન્ય છ લોકોને ગંભીર ઇજોઓ પહોંચવા પામી હતી તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી કે આ બાબતની જોણકારી પોલીસને થતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને ડેડબોડીને પીએમ અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
બાઈક પર સવાર ૩ વ્યક્તિઓ માંથી બાઈક ચાલક નિલેશભાઈ નારાયણભાઈ જોગરાણા (ઉ.વર્ષ ૨૦) રહે બોટાદ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ૧ વ્યક્તિને ઈજો પહોંચી હતી અને ૨ વષઁના બળકનો આબાદ બચાવ થયો હતો. ત્યારે કારમાં બેઠેલા ૬ વ્યક્તિઓ માંથી ૧ વ્યક્તિનું ઘટનાં સ્થળે મોત નીપજ્યું હતું.
(મૃતક) ગોપાલભાઈ રતુભાઈ બાવળીયા (ઉ. વર્ષ ૨૧) રહે. કરમડ અને અન્ય ૧૦ વ્યક્તિઓને ગંભીર ઈજોઓ થતાં ૧૦૮ ના પાઈલોટ અગરસંગભાઈ પરમાર અને ઈએમટી પ્રતીક રામી દ્વારા તાત્કાલિક સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં ઈજોગ્રસ્તો નંદુબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ ૩૦) રહે ચોટીલા,નિતાબેન માધુભાઈ (ઉ.વર્ષ ૩૦) રહે ચોટીલા, પુજોબેન ડાહ્યાભાઈ (ઉ.વર્ષ ૧૬) રહે ચોટીલા, કનુબેન માધુભાઈ (ઉ.વર્ષ ૬૦) રહે કરમડ બિપિનભાઈ જગદીશભાઈ (ઉ.વર્ષ ૧૦) રહે કરમડ પુજોબેન હિરાભાઈ (ઉ.વર્ષ ૩૦) રહે બોટાદ નેસારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.