ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ નવા નિયમોના અમલીકરણ અંગે નૈનિતાલ હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. હાઈકોર્ટ આજે આ અરજી પર સુનાવણી કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અરજી હેઠળ, લિવ ઇન રિલેશનશિપની જાગવાઈઓને ખાસ પડકારવામાં આવી છે. આ પીઆઈએલ બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના ભાઈ અને તેના મિત્ર દ્વારા દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ૨૭ જાન્યુઆરીએ જ ઉત્તરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યું હતું. સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર આ દેશનું પ્રથમ રાજ્ય છે. ઉત્તરાખંડ યુસીસીમાં લગ્ન, છૂટાછેડા, વારસો, લિવ-ઇન માટે કાયદા છે. આ દેશના બાકીના રાજ્યો કરતા અલગ છે. યુસીસી લાગુ થયા પછી, મુસ્લીમ પર્સનલ લો બોર્ડનો કાયદો ઉત્તરાખંડમાં અસરકારક રહેશે નહીં.
ખાસ વાત એ છે કે તેનો અમલ કરીને રાજ્ય સરકારે લોકોને તેના વિશે જાગૃત પણ કર્યા. આજે યુસીસી નું એક પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.યુસીસીના નિયમો લાગુ કરતા પહેલા, તેના અંગે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ઉત્તરાખંડના દરેક વ્યક્તિ પાસેથી સલાહ પણ લેવામાં આવી હતી. આ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. તાજેતરમાં, કેબિનેટે યુસીસીના નિયમો પર સંમતિ વ્યક્ત કરી હતી.
નવા નિયમ મુજબ, લગ્ન ઉપરાંત, લિવ-ઇન રિલેશનશિપ (લગ્ન વિના એક જ છત નીચે રહેતા પુરુષ અને સ્ત્રીઓ ને પણ એક મહિનાની અંદર નોંધણી કરાવવી પડશે. આ માટે લોકોને સરકારી કચેરીઓમાં દોડાદોડ કરવી પડશે નહીં, કારણ કે યુસીસી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકાય છે. નોંધણી કરવામાં નિષ્ફળતા અથવા ખોટી માહિતી આપવા બદલ ત્રણ મહિનાની જેલ, ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
લિવ-ઇન રિલેશનશિપનો અંત લાવવા માટે, એક અથવા બંને ભાગીદારો ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકે છે. જા ફક્ત એક જ ભાગીદાર અરજી કરે છે, તો રજિસ્ટ્રાર બીજા ભાગીદાર દ્વારા પુષ્ટિ મળ્યા પછી જ લિવ-ઇન રિલેશનશિપનો અંત લાવવાનો નિર્ણય લેશે. જા કોઈ મહિલા લિવ-ઇન રિલેશનશિપ દરમિયાન ગર્ભવતી થાય છે, તો બાળકના જન્મના ૩૦ દિવસની અંદર રજિસ્ટ્રારને જાણ કરવી ફરજિયાત છે. આવા બાળકોને પણ સંપૂર્ણ અધિકારો મળશે.