રાજદ વડા લાલુ યાદવે સોશિયલ મીડિયા પર પોતાના પૌત્ર અને પરિવારના સભ્યો સાથેનો ફોટો શેર કર્યો છે. તેમણે શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, રાબડી દેવી અને મેં અમારી પૌત્રી કાત્યાયનીના નાના ભાઈ ‘ઇરાજ’ રાખ્યું છે. તેજસ્વી અને રાજ શ્રીએ તેનું નામ ઇરાજ લાલુ યાદવ રાખ્યું છે.

કાત્યાયનીનો જન્મ કાત્યાયની અષ્ટમી, શુભ નવરાત્રીના છઠ્ઠા દિવસે થયો હતો અને આ નાના બાળકનો જન્મ મંગળવારે બજરંગ બલી હનુમાનજીના શુભ દિવસે થયો હતો, તેથી તેનું નામ ઇરાજ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આપ સૌની શુભકામનાઓ અને આશીર્વાદ બદલ આભાર! બાળક અને બાળકની માતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. ઇરાજનો અર્થ હિન્દુ દેવતા ભગવાન હનુમાન સાથે સંકળાયેલ છે. તો અમારી પૌત્રી કાત્યાયનીના નાના ભાઈનું નામ મેં અને રાબડી દેવીએ ઇરાજ રાખ્યું છે.

૨૭ મેના રોજ પિતા તરીકે ખુશી વ્યક્ત કરતા તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું, ગુડ મો‹નગ! રાહ આખરે પૂરી થઈ ગઈ! હું અમારા નાના પુત્રના આગમનની જાહેરાત કરતાં ખૂબ જ આભારી, ધન્ય અને ખુશ છું. જય હનુમાન!

તેજ પ્રતાપે પણ બાળકના જન્મ પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બાંકે બિહારીજીની અનંત કૃપા અને આશીર્વાદથી, મને નવજાત શિશુ (પુત્રનો જન્મ) ના આગમન પર બડે પાપા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. નાના ભાઈ તેજસ્વી પ્રસાદ યાદવ અને રાજ શ્રી યાદવને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ… ભત્રીજાને મારા સ્નેહભર્યા આશીર્વાદ અને શુભકામનાઓ.