રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ મામલામાં જોમીન પર જેલની બહાર આવ્યા છે.બહુચર્ચિત ધાસચારા કૌભાંડ કેસમાં સજો પામેલા લાલુ પ્રસાદ યાદવનો પાસપોર્ટ સીબીઆઇની અદાલતે જમા કરી લીધો હતો.હવે લાલુ પ્રસાદ તરફથી પાસપોર્ટ પાછો મેળવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ તરફથી સ્પેશલ જજ દિનેશ રાયની અદાલતમાં અરજી આપવામાં આવી છે.લાલુ પ્રસાદે પોતાની અરજીમાં જણાવ્યું છે કે તેમના પાસપોર્ટની વેલિડિટી સમાપ્ત થઇ રહી છે.લાલુ પ્રસાદના વકીલે કોર્ટમાં કહ્યું કે પાસપોર્ટને રિન્યુઅલ કરાવવા માટે તેની જરૂરત છે આથી તેમને પાસપોર્ટ આપવામાં આવે
કોર્ટમાં આ મામલા પર આગામી સુનાવણી ૧૦ જુને થશે સીબીઆઇ,લાલુ યાદવ તરફથી દાખલ અરજી પર પોતાનું સોગંદનામુ ૧૦ જુનને દાખલ કરશે લાલુ યાદવના વકીલે સાથે જ કહ્યું કે કોર્ટમાં એક વધુ અરજી અલગથી દાખલ કરવામાં આવશે વકીલે કહ્યું કે લાલુ પ્રસાદ તરફથી દાખલ કરવામાં આવનાર બીજી અરજી વિદેશ યાત્રાની મંજુરી માટે હશે
વકીલે કહ્યું કે લાલુ યાદવને સારવાર માટે વિદેશ જવાની મંજુરી પણ કોર્ટમાં અલગ અરજી દાખલ કરી માંગવામાં આવસે એ યાદ રહે કે ધાસચારા કૌભાંડ મામલામાં સજો પામેલા લાલુ પ્રસાદના વિદેસ જવા પર રોક લગાવતા કોર્ટે તેમનો પાસપોર્ટ જમા કરાવી લીધો હતો લાલુને આરોગ્યને કારણે કોર્ટે જોમીન આપ્યા હતાં એ યાદ રહે કે ચારા કૌભાંડતી જોડાયેલ મામલામાં લાલુ યાદવને કોર્ટે દોષી ગણાવતા સજો સંભળાવી હતી.