લાલુના પરિવારમાં મતભેદ વધ્યો. પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવામાં આવેલા તેજ પ્રતાપ યાદવે હવે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ અને મોટી બહેન મીસા ભારતીને સોશિયલ મીડિયા ઠ પર અનફોલો કર્યા છે. તેજ પ્રતાપ યાદવ ફક્ત ઠ હેન્ડલ પર તેમના પિતા લાલુ યાદવ, માતા રાબડી દેવી અને બહેન રાજ લક્ષ્મી યાદવને જ ફોલો કરે છે.
આ પારિવારિક તણાવ રાજદની એકતાને પડકાર ફેંકી રહ્યો છે. તેજ પ્રતાપ યાદવે પોતાનો નવો પક્ષ, જન શક્તિ જનતા દળ બનાવ્યો છે અને બિહાર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. તેઓ આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે અગાઉ ખુલ્લેઆમ તેજસ્વી યાદવને રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં “દેશદ્રોહીઓ” થી સાવધ રહેવાની સલાહ આપી હતી. પરંતુ હવે તેમણે તેજસ્વીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ અનફોલો કરી દીધા છે. તેજ પ્રતાપ સમસ્તીપુર જિલ્લાના હસનપુર મતવિસ્તારના ધારાસભ્ય છે. આ વખતે, તેમણે મહુઆ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે.











































