સરકારી સ્માર્ટ સ્કૂલ લાલાવદરમાં સ્પેશ્યલ કેડરના HTAT આચાર્ય તરીકે નવનિયુક્ત થયેલા હેતલબેન મગનભાઈ કુંભાણીનું શાળાના બાળકોએ કુમકુમ તિલક કરી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે એસ.એમ.સી.ના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણીએ દિવાળી પર્વના આગમન નિમિત્તે આશીર્વચન આપ્યા હતા. આ અવસરે કામિનીબહેન મહેતા, સુરેશભાઈ રાઠોડ અને વિભાબેન ગોહિલે નવનિયુક્ત આચાર્યનું શ્રીફળ, પડો અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કર્યું હતું.