ભારતભરમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. અમરેલી જિલ્લાની લાલાવદર પ્રાથમિક શાળામાં ૫મી સપ્ટેમ્બરે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી હતી. સ્માર્ટ સ્કૂલમાં નાનાં ભૂલકાઓએ સ્માર્ટ શિક્ષક બની ડો. રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદમાં આ દિનની ઉજવણી કરી હતી. આ ઉજવણી માટે કામિનીબેન મહેતા, સુરેશભાઈ રાઠોડ, કૃણાલભાઈ ભટ્ટે બાળમિત્રોને ઉત્સાહભેર ભાગ લેવડાવવી પૂર્વતૈયારી કરાવી હતી. આ તકે સ્માર્ટ સરકારી સ્કૂલના આચાર્ય રાજેશભાઇ પણસાળાએ તમામ બાળમિત્રોનો અને સ્ટાફ ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.