અમરેલી,તા.ર૬
લાલાવદર પ્રાથમિક શાળા ખાતે પોલીસ, પીજીવીસીએલ, આઈટીઆઈ, ડોકટર તથા મામલતદારે મુલાકાત લીધી હતી. આ તમામ અધિકારીઓએ બાળકોને પોતાના ક્ષેત્રની માહિતી, માર્ગદર્શન અને અનુભવનુ વર્ણન કર્યુ હતુ. બાળકોને ભવિષ્યમાં ઉપયોગી થાય તેવી સ્પર્ધાત્મક પરીક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.