અમરેલીના લાલાવદર ગામે રહેતી એક પરપ્રાંતીય સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે મૂળ રાજસ્થાનના અને હાલ લાલાવદર ગામે વાડીએ રહેતા સગીરાના પિતાએ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના અને હાલ જૂનાગઢના વિસાવદરમાં રહેતા અનિલ પ્રભુ ગરાસીસા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની સગીર પુત્રીને આરોપી લગ્ન કરવાની લાલચ આપી, ગંદુકામ કરવાના ઈરાદે વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.