લાલાવદર ગામના રહેવાસી અતુલ આખજા વિરુદ્ધ મુકુંદ ધાનાણી દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં અમરેલીની કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી અતુલ આખજાને એક વર્ષની સજા ફટકારી છે અને રૂપિયા ૯ લાખ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ હરેશ ધાનાણીએ અસરકારક દલીલો કરી હતી, જેને કોર્ટના જજ વ્યાસે માન્ય રાખી હતી. અમરેલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા આ ચુકાદાથી ફરિયાદીને આખરે ન્યાય મળ્યો છે.









































