લાયન્સ ક્લબ ઓફ અમરેલી (મેઇન) દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયાની અધ્યક્ષતામાં ‘અંતરના ઓવારણા’ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે લા. ધીરજલાલ રાણપરીયા અને લા. રમેશચંદ્ર રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અતિથિ વિશેષ તરીકે ઇફકો ચેરમેન દિલીપભાઇ સંઘાણી, કૌશિકભાઈ વેકરીયા, શરદભાઈ ધાનાણી, કાંતિભાઇ વઘાસીયા, જીતુભાઇ ડેર, ભૂપતભાઇ સાવલીયા, મુકેશભાઇ સંઘાણી, દિનેશભાઇ કાબરીયા, રમેશભાઇ કાથરોટીયા, જયંતીભાઇ પાનસુરીયા, દેવચંદભાઇ કપોપરા તથા કરશનભાઇ ડોબરીયાએ હાજર રહી લાયન્સ ક્લબ મેમ્બરોને પ્રોત્સાહિત કર્યા હતા. ઇન્સ્ટો. ઓફિસર ધીરજલાલ રાણપરીયાએ દહીંડા ગામના વતની અને અગ્રણી વેપારી શીવલાલ હપાણીને લાયન્સ ક્લબ ઓફ અમરેલી (મેઇન)ના નવનિયુક્ત પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરાવ્યા હતા. તેમની ટીમના નિલેશભાઇ ઠુંમર અને બકુલભાઇ ભટ્ટને પણ સેક્રેટરી અને ટ્રેજરર તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમારોહનું આયોજન ક્લબ પ્રમુખ દિનેશભાઇ ભુવા, રાજુભાઇ ઝાલાવાડીયા અને રજનીભાઇ ધોરાજીયાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કૌશિકભાઇ હપાણી, જતીનભાઇ સુખડીયા, ભાવેશભાઈ નાકરાણી, ભરતભાઇ ચકરાણી, મનીષભાઇ, પી.સી. દુધાત, દિનેશ હિરપરા, અમીત ધાનાણી, જે.ડી. સાવલીયા, રાજુભાઇ પરીખ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સંચાલન પ્રો. હરેશ બાવીશીએ કર્યું હતું.