લાયન્સ ક્લબ ઓફ અમરેલી મેઇન દ્વારા ચક્કરગઢ ખાતે રામદેવજી મહારાજના નવરાત્રિ પાટોત્સવ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેદ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી હતી. લોકો દ્વારા સારા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ પ્રમુખ રાજેશ વિઠ્ઠલાણી, દિનેશભાઇ ભૂવા, કાંતિલાલ વઘાસીયા, રાજુભાઇ પરીખ, જે.ડી. સાવલિયા, ગોરધનભાઇ, પ્રકાશભાઇ સેંજલિયા, નનુભાઇ તળાવીયા, રજનીભાઇ ધોરાજીયા, જતીનભાઇ કોટડિયા, હર્ષદ વઘાસીયા, રાજુભાઇ ઝાલાવાડિયા, ભીખુભાઇ કાલરિયા, જયસુખભાઇ ઢોલરિયા તથા અન્ય લાયન્સ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.